Home » ગોદડિયો ચોરો�નરેન્દ્રને મારી એન્ટ્રીયાં.

ગોદડિયો ચોરો�નરેન્દ્રને મારી એન્ટ્રીયાં.

ગોદડિયો ચોરો…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ..

ખંભાતના ગાદલા તલાવે ગોદડિયા ચોરાની ચર્ચા જામી છે. ચોરાના ચમકીલા
ચહેરા જેવા કે ગોદડિયો, નારણ શંખ, ધૃતરાષ્ટ્ર , કનુ કચોલું , ગોરધન ગઠો ,
અઠો , બઠો , ભદો ભુત , કોદાળો ,  શકુનિ  ભેગા મલી નરેન્દ્રભાઇ  મોદીજીની
અમેરિકા યાત્રાની સઘન ચર્ચાનાં પડિકાં બાંધી રહ્યા હતા . “અમારી મશહુર ફેંકાફેંક
ચેનલને મોદીજીની અમેરિકા યાત્રાનું કવરેજ કરવાનું આમંત્રણ મળ્યું હતું.”
 
કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા આ વખતે તું બીજા કોઇક્ને જવાનો ચાન્સ આપજે.
શકુનિ કહે ” ગોરધન ગઠો સારું ગાય છે ને કોદાળો સર્વ ભાષીય નિષ્ણાત છે તો
આપણી ચેનલ તરફથી ગોરધન ગઠાજી ને કમાલના કોદાળાને અમેરિકા મોકલીએ.”
એટલામાં ચતુર ચોટલી ગફુર ગબાજી ને રણછોડ રોકડી હડુડુ કરતા પ્રવેશ્યાને કહે
” અલ્યા ગોદડિયા જો અમારાં હગાંવાલાં (સગાંવહાલાં) અમેરિકા રહે છે તો તું
નરેન્દ્રભાઇને કહી થેપલાં ઢોકળાં પુરી અથાણાં લૈ (લઇ) જવાનું કહેજે.”
મેં કહ્યું કાકા આ બધું ના લઇ જવાય. બલુનમાં બગડી જાય.
 
ગફુર ગબાજી કહે ” અલ્યા અમને બરધ્યા (બળદિયા) હમજે છ (સમજે છે) અલ્યા
એ તો આપડું (આપણું) એર અન્ડ્યા (ઇન્ડિયા)નું આખું બલુન લૈ જવાના છે જો એ રહ્યા
પરધોન મંતરી (પ્રધાનમંત્રી) એટલે એમનું શેકિંગ (ચેકિંગ) ના થાય ને એમનું ખસ્તમ
(કસ્ટમ) પણ ના થાય ને બલુનમાં ટાઢી (ઠંડી) હવા હોય એટલે ના બગડે  અને
આપડે એમને ખોબા ભરી મત આલ્યા છે ગુજરાતીનું કોમ (કામ) ગુજરાતી કરે ને.”
 
રણછોડ રોકડી કહે ” અલ્યા ખસખસ ખાસ લઇ જવાનું કહેજે. જો પેલો નવાઝ શરીફ 
સામેથી મલવા આવે તો એને બતાવી કહેવાય ” અબે ઓ આઘો ખસ..ખસ..ખસ.”
બીજા દિવસે ગોરધન ગઠો ને કોદાળોજી સુટ બુટ ચડાવી બલુનમાં અમેરિકા ગયા.
ન્યુયોર્ક જઇ મેડિસન સ્ક્વેરનું નિરિક્ષણ કરી લોકોના ઉત્સાહને જાણવા પ્રયત્ન કર્યો.
મેડિસન સ્ક્વેરમાં ગુજરાતીઓ હર્ષના હિલ્લોળે ઉછળી ગરબે ઘુમતા હતા.
આ દ્રશ્ય જોઇને ” કમાલના કોદાળાનો બુધ્ધિનો સ્ક્રુ ઉછળ્યો તે ગોરધન ગઠાને કહેવા
લાગ્યો કે હું કેમેરા ઘુમાવું છું તું  તારે એક મજાનું ગીત ગાઇ બધાને ઝુમાવી દે.”
ગોરધન ગઠાએ લાંબો આ..આ..આ..આ..લા..લા.રે..રે ગ..ગ.ગુજ્જુ..કરી રાગ છેડ્યો.” 
 
 
” નરેન્દ્રને મારી એન્ટ્રીયાં…હેય રે…નરેન્દ્રને મારી એન્ટ્રીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”
” અમેરિકામેં બજી ઘંટીયાં…હેય..રે અમેરિકામાં બજી ઘંટીયાં..હેય..રે..ઝુમઝુમા ઝુમ.”
” જુનિયર બુશને લી છુટીયાં..હેય..રે..રીપબ્લિકન સબ દોડિયાં..હેય રે.ઝુમઝુમા ઝુમ.”
” યાદ આઇ પુરાની બાતિયાં..હેય..રે..મહેસુસ હુઇ  શરમિંદિયાં..હેય.રે.ઝુમઝુમા ઝુમ.”
” હિલેરીબેન તો હિલોળીયાં…હેય..રે..ક્લિન્ટનજી પેહરે કેડિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”
” ઓબાજી ખાયેંગે અડદિયાં..હેય..રે..મિશેલજી માંગેગી મઠિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”
” પંજાબીઓને કી ભાંગડીયાં હેય..રે..ગુજરાતીને ગરબે તાલિયાં..હેય..રે.ઝુમઝુમા ઝુમ.”