Home » ગોદડિયો ચોરો.અનંતયાત્રાએ વિશ્રામ ગૄહ

ગોદડિયો ચોરો.અનંતયાત્રાએ વિશ્રામ ગૄહ

ગોદડિયા ચોરાના મિત્રોએ આવક વધારાના પ્રશ્નોનાનિરાકરણ અર્થે 
કોઇક એક ધંધો, જેમ કે દુકાન ખોલવાનું નક્કી કર્યું .
ઘણી ચર્ચા વિચારણાના અંતે  એવા નિર્ણય પર આવ્યાકે " જે સ્થળ ત્રિલોકમાં
અનન્ય હોય, જ્યાં આગંળ પાછળ, ઉપર નીચે, પુર્વપશ્ચિમ, ઉતર દક્ષિણ, ઇશાન
અગ્નિ, નૈૠત્ય વાયવ્ય કે આકાશ પાતાળ એમ ક્યાંય બીજા કોઇ ધંધાના
પ્રતિસ્પર્ધિ ના હોય એવી જગ્યા માટે એક બીજાનામંતવ્યો લેવામાં આવ્યા."
 
ભદા ભુતે એક એવી જગ્યાનું સુચન કર્યું નેવિચારણા બાદ સ્થળ પસંદગી થઇ.
 
"જ્યાં દુનિયા ભરના જીવોની અંતિમ યાત્રાનું સમાપ્તિ સ્થળ હોય તેવી
 
જગાના ત્રિભેટે અમે "ગોદડિયા ગાંઠિયાહાઉસ " નું સ્થાપનકર્યું."
 
"હિન્દુ મુસ્લીમ ને ઇસાઇ એમ ત્રણ ધર્મના જીવાત્માઓની અંતિમ યાત્રા જ્યાં
પુરી થાય ને દરેકના રસ્તા ફંટાઇ જાય એનું નામ ત્રિભેટેની કેડી."
 
"હવે આ ત્રિભેટેથી અન્ય ષષ્ઠ ( છ) કેડીઓનાં પગરણનો પ્રારંભ થાય."
 
"દરેક ધર્મમા કર્મના આધારે  સ્વર્ગ ને નર્ક - જન્નત ને દોઝખ- હેવન ને હેલ
એમ છ પ્રકારની કેડીયે પગરણ માંડીને સિધાવવાનું થાય."
"અમારા અનન્ય ગાંઠિયા હાઉસ પર યમરાજાએ મથુર મારવાડીને, ચંગીઝખાને
અબદુલ ગનું ગોટલીને અને આલ્બર્ટ પિન્ટોએ એલેક અલ્ફાન્સો એમ ત્રણ 
જીવોને લઇને ચા પાણી ને નાસ્તો કરવા બેઠકજમાવી."
 
ત્રણેય જીવો એક ટેબલ પર જ્યારે એમને લાવનાર મોતના સોદાગરો બીજા ટેબલ
 
પર બેસી ગાંઠીયા ફાફડા જલેબી ભજિયાં એમ જુદાજુદા ઓર્ડર આપવા લાગ્યા.
 
મથુર કહે " જનાબ ગનું ગોટલી આપકો ઇધુર લાવનેકા થા તબ કૈસા નજારા થા."
 
"ગનું ગોટલી દેખિયે જનાબ માશાલ્લા ક્યા નઝારા થા.હમકુ પાનીસે નેહલાયા ફિર
 
નયા સુંથણા (લેંઘી) નયા ખુર્તા (ઝબ્ભો) પેહનાયાફિર અતર બતર જેસા સેન્ટ
 
લગાયા ઓર જનાજેમેં લૌટા દિયા ઉપર જ્યાદાતર ગુલાબકે ફુલ લગવાયે ઓર
 
આહિસ્તા આહિસ્તા સબ કબ્રસ્તાન લે ગયે ઓર દફના દિયા."
 
"જનાબ કઇ લોગ બેશક માયુસ થે લેકિન સબ જનાજેકો કંધા દે રહે થે."
 
કઇ  ધર્માંધઝનુની દેશ પીલાતે હમેં ધર્માંધતાકા ઝહર 
 
કેહતે હૈ ધર્મ કે લિયે જિઓ ઓર મરો તુમ્હેં મિલેગી હુર "
 
 
મથુર મારવાડી કહે " લિશન ભૈયા અલ્ફાન્સો તમકુ હાઉ એક્સ્પીરીયન્સ હુઆ."
 
અલફાન્સો કહિંગ " મિસ્ટર ગોનુ ઓર મોથુર .આઇ એમ સિક એન્ડ એન્ટરીંગઇન
 
હોસપિતાલ દોકતર બહુત મથીગ બટ માય લક ઇઝ નોટ સપોર્ટીંગ મી. આઇ એમ
 
ચલ બસીંગ ધેન હોસપીતાલ ટુ મોન્ચુરી ખસેડીગ .ધેન ફેમીલી ચુઝીગ કોફીન
 
એન્ડ ફ્લાવરીંગ .નેકસ ડે માય ફ્યુનરલ હુઇંગ એન્ડ વીથ કોફીન હમકુ મોન્ચુરીમેં
 
ડાટીંગ ટોપ પે ફ્લાવર વેરીંગ એન્ડ કેન્ડલ જલાવીંગ."
 
ઇન માય ફ્યુનરલ એવરી બડી કમિંગ. સુટાં બુટાં ઓરટાઇ સે અપટુડેટ બનકર કમિંગ
 
નો માયુસી નો રડ કકળ એવરી બડી ટેલ મી બાય બાયખુચી ખુચી (ખુશીખુશી)
 
        " સામ્રાજયવાદકા ઝંડા લેકર હમારે કઇ દેશ લેહરાતે ગયે 
 
           ન સામ્રાજ્ય રહા ન વાદ રહા વક્તમેં ખુદ લુંટાટે  ગયે " 
 
"અલફાન્સો સ્પીકીંગ મિસ્ટર મોથુર મોલવાડી આસ્કીગ અસ બટ હાઉ યોર યાત્રા."
 
મથુર મારવાડી કહે " ભાઇલા બીડી ફુંકી છેંકણી હુઘી કાયા તો કથળી ગઇ હતી
બૈરું ગણતું નોતું ને છોકરાં ગાંઠતાં નોતાં ખખડી ગયેલો ડોહો ઉકલી ગયો."
"કોઇ દા'ડો નોતો નાહ્યો એમ કાથીનાં ગુંચળાં ઘસી ઘસીને મને નવડાયો પછી તો
ગંગાજળ પિવડાયુ નવાં થેપાડું (ધોતિયું) પેરાયું ને વાંહડાની ઠાઠડી બનાવીને મને
તો મુશ્કેટાટ બાંધી દીધો. ને બૈરાં છોકરાંએ રોડકકડ માંડી ને ચાર જણાએ ઉંચકીને
ઠાઠડી ઉપર મુક્યો .".
"હવે ચારેય લાંબા ટુંકા માણસોએ ઠાઠડી ઉપાડી એટલે ઠાઠડી તો વાંકી ચુંકી થાયને
આંચકા વાગે એટલે ચાર ખુણે બાંધેલાં નારિએળ મારા લમણે ને પગે ધડુમ ધડુમ કરતાં
અથડાય ને ઘણા રામ બોલો રામ બોલે તો કેટલાક મરા છો મરા એમ હૈયા વરાળ ખોલે
નેગામની ભાગોળ સુધી તો ઠીક સ્મશાન સુધી બધાંય કુતરાં પાછળ ભોંકતાં પાછળ પડેલાં
કોઇ દાડો બુંદીના લાડુના ખવડાવ્યા પણ મારી પાછળ ગામનાં કુતરાંને હેય ઉજાણી ઉજાણી ."
 
"સ્મશાનમાં લઇ જઇ ચિતા પર સુવાડી મને સળગાવ્યો . પછી તો લાકડાં સંકોરવાને
 
બહાને આલિયા માલિયા એમ કેટલાય ફાલતુ મને ગોદા મારીને હળગાવતા જ રહ્યા."
 
"આખી જિંદગી ઘરનાયે કુટુંબીઓએ સગાવહાલાંએ અમલદારોએ ને સરકારોએ મને 
આમ જ ગોદા માર્યા જ કર્યા છે  ને સળગાવે રાખ્યો છે."
 
"ચંગીઝખાન ને આલ્બર્ટકહે ગોદડિયાજી તમે ધંધા માટે આ જગા કેવી રીતે ખોળી કાઢી."
 
"મેં કહ્યું ભૈ અમે ગુજરાતી છીએ ગમે ત્યાં ને ગમે તે જગ્યાએ ધંધો તો શોધી જ કાઢીયે."
 
"ચિત્રગૄપ્તે મને કહ્યું કે તમે પાપ ને પુન્ય બે સરખાં જ કર્યાં છે તો તમારે સ્વર્ગ ને નર્કમાં
 
અડધું અડધું રહેવું પડશે . મેં કહ્યું હું સ્વર્ગનો ભાગ છોડી દઉં તો મને હું માગું તેમ આપશો."
 
"ચિત્રગૃપ્તજી કહે  હા મંજુર તો મેં કહ્યું આ સ્વર્ગ ને નર્કના ત્રિકોણે જે જગા છે ત્યાં મને
 
"ગોદડિયા ગાંઠિયા હાઉસ "કરવાની મંજુરી આપો. ખુશી ખુશી એમણે મંજુરી આપી ."
 
"હવે ક્યારેક ક્યારેક દેવ સભાને ચિત્રગૃપતજી ને યમરાજાને ફાફડા જલેબીની જ્યાફત
 
મફતમાં કરાવું છું. કરપ્શન કેરાં કોકડાં અહીં પણ જમાવ્યા કરું છું."
 
"ભાઇલા ગુજરાતીયો એમ ક્યાંયે ગાંઠ્યા ના જાય હમજ્યા ચંગીઝજી ને આલ્બર્ટાજી."
 
 
 
ગાંઠિયો=
 
 "દેશ દેશાવરના ખુણે ખુણે પહોંચી વળે એવો પુરો
 
   ગરવો ગુજરાતી વેપાર ને ગરબામાં પણ શુરો."
 
===========================================
સ્વપ્ન જેસરવાકર